Home> Gujarat
Advertisement
Prev
Next

એર માર્શલ એચ. એસ. અરોરાએ વડોદરા એરફોર્સ સ્ટેશનની મુલાકાત લીધી 

સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના ઓફીસર ઇન ચીફ એવા એર માર્શલ એચ.એસ.અરોરાએ વડોદરા એરફોર્સ સ્ટેશનની મુલાકાત લીધી. 17 અને 18 મે એમ બે દિવસ દરમ્યાનની મુલાકાતમાં તેમની સાથે વાયુસેનાના અન્ય અધિકારીઓ પણ જોડાયા.

એર માર્શલ એચ. એસ. અરોરાએ વડોદરા એરફોર્સ સ્ટેશનની મુલાકાત લીધી 

અર્પણ કાયદાવાલા, અમદાવાદ: સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના ઓફીસર ઇન ચીફ એવા એર માર્શલ એચ.એસ.અરોરાએ વડોદરા એરફોર્સ સ્ટેશનની મુલાકાત લીધી. 17 અને 18 મે એમ બે દિવસ દરમ્યાનની મુલાકાતમાં તેમની સાથે વાયુસેનાના અન્ય અધિકારીઓ પણ જોડાયા.

fallbacks

VIDEO: અમદાવાદમાં આજથી મેટ્રો રૂટ પર વધુ એક સ્ટેશન કાર્યરત

આ મુલાકાત દરમ્યાન તેઓએ ગાર્ડ ઓફ ઑનર મેળવ્યું હતું અને સ્ટેશનની ચાલુ કામગીરીની જાણકારી ટૂંકમાં મેળવી હતી. એર માર્શલે સ્ટેશન પર કાર્યરત અધિકારીઓને સંબોધન કર્યું હતું અને સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડનાં ટોચનાં એર બેઝ દ્વારા ભજવવામાં આવતી ભૂમિકાની પ્રશંસા કરી હતી. તેમણે એર ફોર્સનાં અધિકારીઓની સતત સારું કામ કરવા બદલ અને હંમેશા સતર્ક રહેવા બદલ પ્રશંસા કરી હતી. 

જુઓ LIVE TV

તેમણે બેઝનાં મહત્ત્વપૂર્ણ ઇન્સ્ટોલેશનની ચકાસણી કરી હતી અને 25 ફેબ્રુઆરી, 2019 પછી વિશેષ તૈયારી જાળવવા બદલ સ્ટેશનની કામગીરીને બિરદાવી હતી.

ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More